Shabdotsav by Matrubharti

માતૃભારતી સાહિત્ય અને ભાષાને યુવાનો થકી અને યુવાનો સુધી પહુંચાડવા અથાગ પરિશ્રમ કરી રહયું છે. માતૃભારતી વેબસાઈટ અને એપ લાખો લોકો વાપરી રહ્યા છે અને યુવા લેખકોની નવી રચનાઓને અને સ્થાપિત લેખકોની પ્રચલિત રચનાઓને માણી રહ્યાં છે. આ પ્રયત્નોને વેગ આપવા માતૃભારતી એક અદ્ભુત પ્રસંગ એવા “શબ્દોત્સવ” ની ઉજવણી કરવા જઈ રહ્યું છે. આપશ્રી પણ આ ઉત્સવમાં પોતાની સવિશેષ હાજરી આપી ઉત્સાહ વધારશોજી.

કાર્યક્રમની રૂપરેખા

રંગ

રંગ સાથે માનવજાતનો સબંધ હજારો વર્ષો જૂનો છે, આપણે કુદરતની કરામતને રંગોથી જ ઓળખીએ છીએ, અહીં રંગની ભૂમિકામાં આપણે રંગમંચની એક ઝાંખી પ્રસ્તુત કરીશું. રંગમંચ જે જીવનનો અરીસો પણ છે અને મુશ્કલીઓ સામે લડવાની તાકાત પણ અહીંથી મળે છે, તો ચાલો માણીએ, રંગની મહેફિલ શબ્દોત્સવ સાથે.

પિતામહ ગ્રુપ તરફથી એક સુંદર યુવા કેન્દ્રિત નાટકની પ્રસ્તુતિ.

તરંગ

આ શબ્દ સાંભળીને કદાચ મધુર વાંસળીના તાલ કાનોમાં વાગે અથવા તો કોઈ પ્રિય ગીતની ઝાંખી આંખો સામે આવી જાય. આપણે ત્યાંથી થોડીક આગળ શબ્દોના તરંગનો આસ્વાદ કરાવીશું. કાવ્ય અને ગીતની મહેફિલમાં આપનો સ્વાગત છે.

કવિગણ

વિરલ દેસાઈ  અનીલ ચાવડા  ગોપાલી બુચ

ઉમંગ

જયારે આપણે આનંદથી તરબોળ થઈએ ત્યારે અંતરમનનો અવાજ એટલે ઉમંગ. માતૃભારતી પર લખતા લેખકોને પણ જયારે હજારો અને લાખો વાચકોનો પ્રતિસાદ મળે ત્યારે એમના ઉમંગની પ્રસ્તુતિ કરવા આપને મંચ આપી રહ્યા છીએ. આવો અને ઉમંગ સાથે ઉલ્લાસની લાગણીને અનુભવો.

લેખકો

પ્રવીણ પીઠડિયા   રાકેશ ઠક્કર  મનહર ઓઝા   મેહુલ મેર હિરેન ભટ્ટ  જતીન પટેલ  પરમ દેસાઈ  ભાર્ગવ પટેલ

વ્યંગ

આપણે કદાચ આ વ્યસ્ત જીવનશૈલીમાં ખૂબ જ મહત્વનું પાસું એટલે હસવું, મજાક-મસ્તી કરવી, એ કદાચ ભૂલી જઈએ છીએ, રોજબરોજની બાબતોમાં જ ક્યાંક વ્યંગ મળી જતું હોય છે જેને રચનાકારો શબ્દોનો રસ્તો બનાવી આપણી સામે પ્રસ્તુત કરે છે, તો આવો આપણે પણ માતૃભારતી સાથે થોડીક હળવાશની પળો માણીએ.

વ્યંગની મહેફિલ જમાવશે વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

લાઈવ અભિવ્યક્તિ : પ્રેક્ષકો આ સ્પર્ધામાં ભાગ લઇ શબ્દ પરથી રચના પ્રસ્તુત કરી શકશે.

Register Now

Matrubharti is self publishing platform for writers

Leave a reply:

Your email address will not be published.

Site Footer