Writing tips by Authors to Authors from Pallavi Mistry

Creative writing tips

લખવું = ઈચ્છા + પ્રયત્ન.        પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

૧- લખવા માટેનું મટીરીયલ (પેપર, પેન, મોબાઈલ, કોમ્પ્યુટર, ટાઈપ રાઈટર) હાથવગું રાખો.

૨- હરતા – ફરતા કે કોઈપણ કામ કરતા લખવા બાબતે જે વિચાર આવે તેના પોઈન્ટ્સ ટપકાવી લો. ‘પછી લખી લઈશ’ એમ વિચારશો તો ક્યારેક મહત્વના પોઈન્ટ્સ ભૂલી જશો.

૩- લખેલા પોઈન્ટ્સ ના આધારે લેખનો ‘સબ્જેક્ટ/ટાઈટલ’ નક્કી કરો. અથવા સબ્જેક્ટ મનમાં નક્કી હોય તો એને આધારે વિચારીને પોઈન્ટ્સ લખો.

૪- નક્કી કરેલા સબ્જેક્ટ કે ટાઈટલ(મથાળું/શીર્ષક) ના આધારે લખવા વિચારેલા લેખ વિશે બુક વાંચીને, રેડિયો સાંભળીને , ટીવી જોઇને , ગુગલ પર સર્ચ કરીને, ફ્રેન્ડસ કે સગાઓ સાથે ચર્ચા કરીને, એના પણ પોઈન્ટ્સ બનાવો અને અગાઉ લખેલા પોઈન્ટ્સ સાથે એડ કરી દો.

૫-સ્કુલમાં હતા ત્યારે એક પંક્તિ’ લઈને જેમ ‘વિચાર વિસ્તાર’ કરતા, એમ જ પોઈન્ટ્સ પર વિચાર કરીને એને  વિસ્તારથી લખો. પણ વિસ્તાર કરતી વખતે એ કંટાળાજનક ન બને એનું ધ્યાન રાખો. શબ્દોની મર્યાદા ધ્યાનમાં રાખીને લખો.

૬-બની શકે એટલું સરળ અને ઈફેક્ટીવ ભાષામાં લાખો.(તમે શું કહેવા માંગો છો તે બાબતમાં તમે સ્પષ્ટ હોવા જોઈએ)

૭- તમે જે વિશે લખવા માંગો છો, એ વિષયને બરાબર ન્યાય આપો. વર્ણન ની સાથે ઉદાહરણ, પ્રસંગ, સંવાદ કે પંક્તિ લખો તો પણ વિવિધતા અને રસ જળવાશે.

૮-છેલ્લી ઘડીએ (ઇમરજન્સીમાં) લખવાના બદલે  થોડું અગાઉથી લખી રાખો, જેથી એના પર ફરીવાર વિચાર કરવાનો અને બે થી ત્રણ વાર ‘રિ- રાઈટ’ કરવાનો સમય મળી રહે.

૯- તમને જે લખવા માં રસ હોય  –  વાર્તા, બાળવાર્તા, કવિતા, હાસ્ય, માહિતીલેખ, આધ્યાત્મ, રમત ગમત, મોટીવેશન, તે વિષયના પુસ્તકો ખાસ વાંચો અને એના વિશે ખુબ વિચારો.

૧૦-યાદ રાખો: લખવું = ઈચ્છા + પ્રયત્ન.

The tips are shared by Pallavi Jeetendra Mistry

ગુર્જર’ દ્વારા હાસ્યલેખો ના ૪ પુસ્તકો પ્રકાશિત થયા છે.
૧-હાસ્યપલ્લવ (૧૯૯૭) (પારિતોષિક વિજેતા: સાહિત્ય અકાદમી)
૨-છે મજા તો એ જ (૧૯૯)
૩-હાસ્યકળશ છલકે (૨૦૦૨)
૪-હાસ્ય વસંત (૨૦૧૧) (પારિતોષિક વિજેતા: સાહિત્ય અકાદમી)
વાર્તા:
૧; ત્રીજી દિકરી (ટુંકી વાર્તા) (લેખિની દ્વારા ઈનામ વિજેતા)
૨: સ્વાગત ની તૈયારી (વાર્તા) (મમતા દ્વારા ઈનામ વિજેતા)
લેખો:
લેખિની, નવચેતન, સંદેશ, દિવ્ય ભાસ્કર, અખંડ આનંદ, સાધના, નવયુગ

Matrubharti is self publishing platform for writers

Leave a reply:

Your email address will not be published.

Site Footer