ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નું ઓફિશિયલ ટ્રેલર સેલિબ્રિટીઝની ઉપસ્થિતિમાં કૉક્ટેલ-ડિનર પાર્ટી સાથે એક ધમાકેદાર ઇવેન્ટમાં લોન્ચ થયું

      
       

ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નું ઓફિશિયલ ટ્રેલર સેલિબ્રિટીઝની ઉપસ્થિતિમાં કૉક્ટેલ-ડિનર પાર્ટી સાથે એક ધમાકેદાર ઇવેન્ટમાં લોન્ચ થયું.

ચંદ્રેશ ભટ્ટ દિગદર્શિત અમારી આ મેગા બજેટની ફિલ્મમાં 35 કલાકારોએ અભિનય કર્યો છે

18 જુલાઈએ રિલીઝ થનારી નવી ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નું ઓફિશિયલ ટ્રેલર મુંબઈની રાહેજા ક્લાસિક કલબમાં ફિલ્મ સ્ટાર્સ-ટીવી સ્ટાર્સ અને જુદાંજુદાં ક્ષેત્રની સેલિબ્રિટીઝની ઉપસ્થિતિમાં કૉક્ટેલ-ડિનર પાર્ટી સાથે એક ધમાકેદાર ઇવેન્ટમાં લોન્ચ થયું. ચંદ્રેશ ભટ્ટ દિગદર્શિત અમારી આ મેગા બજેટની ફિલ્મમાં 35 કલાકારોએ અભિનય કર્યો છે.

આ ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ફિલ્મના મુખ્ય કલાકારો મનોજ જોશી, હિતેન તેજવાની, કોમલ ઠક્કર, ગૌરવ પાસવાલા સહિત મોટાભાગના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ ફિલ્મની ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટે આ ફિલ્મના નિર્માણ દરમિયાન જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો એ વિશે વાત કરી હતી અને આ ફિલ્મ પાર પાડવા માટે અડીખમ ઊભા રહેલા પ્રોડ્યુસર્સ રાજુ રાય સિંઘાની, આકાશ દેસાઈ, હિત દોશી, સંજય ભટ્ટ, આનંદ ખમારનો આભાર માન્યો હતો.

હિતેન તેજવાની ટીવી ઈન્ડસ્ટ્રીના વિખ્યાત સુપરસ્ટાર છે અને આખા દેશમાં ચાહકો ધરાવે છે. તેમણે ગુજરાતી ફિલ્મ શા માટે પસંદ કરી એ વિશે વાત કરતા કહ્યું હતું કે ‘ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટે જ્યારે મને આ ફિલ્મની સ્ટોરી સંભળાવી ત્યારે મેં તરત જ આ ફિલ્મમાં અભિનય કરવા માટે હા પાડી દીધી હતી.’

વિખ્યાત અભિનેતા મનોજ જોશીએ કહ્યું હતું કે ‘મને આ ફિલ્મમાં અભિનય કરવાની ખૂબ મજા આવી છે અને આ ફિલ્મ માટે મેં 30 દિવસો ફાળવ્યા હતા.’

રાહેજા ક્લાસિક કલબના વોલરૂમમાં પગ મૂકવાની પણ જગ્યા રહી નહોતી એટલી સેલિબ્રિટિઝ અને જુદાંજુદાં ક્ષેત્રોની અગ્રણી વ્યક્તિઓ ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ઉપસ્થિત રહી હતી. રાજુ રાયસિંઘાની આ ફિલ્મના પ્રેઝન્ટર છે.

આ પ્રસંગે પ્રોડ્યુસર રાજુ રાયસિંઘાનીએ કહ્યું હતું કે ‘લોકો કુટુંબ સાથે બેસીને મનોરંજન માણી શકે એવી ફિલ્મ પ્રેક્ષકો સમક્ષ લઈ આવવી હતી અને મને ખાતરી છે કે આ ફિલ્મ તમામ વર્ગના પ્રેક્ષકોને ગમશે.’

35 કલાકારો પાસેથી અભિનય કરાવવાની ચેલેન્જ વિશે વાત કરતા ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટે કહ્યું હતું કે મને બાળકોથી માંડીને મનોજ જોશી, હિતેન તેજવાની, કોમલ ઠક્કર, ગૌરવ પાસવાલા, ફિરોઝ ઈરાની, ભાવિની જાની જેવા કલાકારોએ આ ફિલ્મના નિર્માણ દરમિયાન ખૂબ સહયોગ આપ્યો છે. મેં જ્યારે આ ફિલ્મની શરૂઆત કરી ત્યારે ઘણા લોકો કહેતા હતા કે 35 કલાકારોને લઈને નિશ્ચિત સમયમાં ફિલ્મ બનાવવી એ બહુ અધરું કામ છે અને ફિલ્મમાં જ્યારે આટલા બધા કલાકારો હોય ત્યારે બધા પાત્રોને ન્યાય આપવો એ પણ એક મોટો પડકાર હતો, પરંતુ મને લાગે છે કે મેં તમામ પાત્રોનું મહત્વ જળવાઈ રહે એ રીતે આ કૃતિ તૈયાર કરવામાં મને સફળતા મળી છે.’

કાર્યક્રમનું સંચાલન અભિલાષ ઘોડાએ કર્યું હતું.
આ ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર ‘માતૃભારતી’ના લેખક આશુ પટેલ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer