જાણીતાં આર્ટિસ્ટ કાનન ખાંટનાં પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન મુંબઈની પ્રતિષ્ઠિત નહેરુ સેન્ટર આર્ટ ગેલેરીમાં યોજાઈ ગયું

જાણીતાં આર્ટિસ્ટ કાનન ખાંટનાં પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન

મુંબઈની પ્રતિષ્ઠિત નહેરુ સેન્ટર આર્ટ ગેલેરીમાં યોજાઈ ગયું

_

આ પેઈન્ટીંગ એક્ઝિબિશનની મુલાકાત જુદા જુદા ક્ષેત્રોની નામાંકિત પર્સનૅલિટિઝે લીધી

• દિવ્યકાંત પંડ્યા

ગુજરાતી આર્ટિસ્ટ કાનન ખાંટનાં પેઇન્ટિંગ્સનું સોલો (સ્વતંત્ર) એક્ઝિબિશન ‘ઝોઇ બાય કાનન’ વરલીસ્થિત પ્રતિષ્ઠિત નહેરુ સેન્ટર આર્ટ ગૅલેરીમાં યોજાઈ ગયું. આ એક્ઝિબિશનમાં કાનન ખાંટના 50થી વધુ પેઈન્ટિંગ્સ પ્રદર્શિત થયાં હતાં. આ એક્ઝિબિશન લોકપ્રિય અભિનેત્રી નેહા મહેતાના હાથે 10 ઓગસ્ટની સવારે ખુલ્લું મુકાયું હતું. 10 ઓગસ્ટથી 16 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ પેઈન્ટીંગ એક્ઝિબિશનની મુલાકાત જુદા જુદા ક્ષેત્રની નામાંકિત વ્યક્તિઓએ લીધી હતી.
20210810123654_IMG_4621

‘તારક મેહતા કા ઊલટા ચશમા’ સિરિયલમાં અંજલિ તારક મેહતાનું પાત્ર ભજવી ચૂકેલાં લોકપ્રિય અભિનેત્રી નેહા મહેતાએ એક્ઝિબિશન ખૂલ્લુ મૂક્યા પછી પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે ‘લોકડાઉનને કારણે ઘણા ક્ષેત્રોને નુકસાન પહોંચ્યું એમાં આર્ટ ફિલ્ડને તો સૌથી વધુ અસર થઈ હતી. લોકડાઉન પછી શહેરની આર્ટ ગેલેરીઝ ખૂલી રહી છે એ કલાપ્રેમીઓ માટે આનંદની વાત છે. મારા માટે તો આ બમણી ખુશી આપનારી વાત છે કે કેમ કે ગેલેરીઝ ખૂલવાની સાથે મારા માટે સોલ સિસ્ટર સમાન ફ્રેન્ડ કાનન ખાંટનું એક્ઝિબિશન યોજાયું. કાનનના પેઈન્ટિંગ્સ જીવંત હોય છે. તેમની પેશન મેં જોઈ છે. મને આ બધા પેઈન્ટિંગ્સ ખૂબ જ ગમ્યા, પણ તેમણે પ્રાચીન સમયની નાયિકાઓના જે ચિત્રો દોર્યાં છે એ તો અદ્ભુત છે. કાનનને મેં આ ચિત્રોનું સર્જન કરતાં જોયાં છે. તેઓ કલાકાર છે અને કલા સાથે જીવે છે. તેમની કલાનું સિંચન તેમણે આ પેઈન્ટિંગ્સમાં કર્યું છે. નહેરુ સેન્ટર આર્ટ ગેલેરી જેવી જગ્યાએ આર્ટ એક્ઝિબિશન યોજાવું એ પણ એક ગૌરવની વાત છે.’

IMG_20210812_093208

‘ખુદાગવાહ’ ફિલ્મના પ્રોડ્યુસર અને મુંબઈના સૌથી જૂના ‘મરાઠા મંદિર’ તથા ‘ગેઈટી-ગલેક્સી’ સહિત અનેક થિયેટર્સના માલિક મનોજ દેસાઈ પણ કાનન ખાંટના પેઈન્ટિંગ્સ નિહાળીને પ્રભાવિત થયા હતા. તેમણે કહ્યું હતું કે ‘આવા ચિત્રો બનાવવા માટે ખૂબ જ એફર્ટ્સ કરવા પડે જે કાનન ખાંટનાં પેઈન્ટિંગ્સમાં દેખાય છે. મેં ઘણી બધી આર્ટ ગેલેરીઝની મુલાકાત લીધી છે, ઘણા પેઈન્ટિંગ્સ જોયા છે પરંતુ કાનન ખાંટનાં પેઈન્ટિંગ્સ અલગ જ પ્રકારના છે. ઈશ્વરે કલાસર્જન માટે આશીર્વાદ આપ્યા હોય એ જ કલાકાર આવા અદ્ભુત ચિત્રો કેનવાસ પર ઉતારી શકે. હું કાનનબેનને આ એક્ઝિબિશન માટે ખૂબ અભિનંદન આપું છું અને તેમની કલાસફર તેમને હજી ખૂબ ઊંચાઈ પર લઈ જાય એવી શુભેચ્છા આપું છું.’

1629554653936

‘ભૂલભૂલૈયા’ અને ‘૧૦૨ નોટ આઉટ’ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા અને અનેક ટીવી સિરિયલ્સમાં લીડ રોલ કરી ચૂકેલા પ્રખ્યાત અભિનેતા જિમિત ત્રિવેદીએ કહ્યું હતું કે ‘આ એક્ઝિબિશનની મુલાકાતમાં કાનન ખાંટના અનોખા ચિત્રો જોયા પછી મને લાગે છે કે હું અલગ પર્સ્પેક્ટીવથી મારી જિંદગીની નવી શરૂઆત કરીશ.’

IMG-20210814-WA0116

બોલીવુડના જાણીતા અભિનેતા દિનેશ લાંબાએ કહ્યું હતું કે ‘કાનન ખાંટને હું વર્ષોથી ઓળખું છું. તેઓ પેઈન્ટિંગ્સ બનાવે છે એ મને ખબર હતી પરંતુ આટલા અદભુત પેઈન્ટિંગ્સ બનાવે છે એ વિશે મને ખબર નહોતી. મને એક્ઝિબિશનની મુલાકાત લીધા પછી ખરેખર અચંબો થયો છે કે કાનન ખાંટ આટલા સારા પેઈન્ટિંગ્સ બનાવે છે!’

જાણીતાં લેખિકા ગીતા માણેકે કહ્યું હતું કે ‘કાનનના પેઇન્ટિંગ્સ બહુ બોલકા છે પણ તેમની ભાષા સૌમ્ય અને મૃદુ છે. કાનનના પેઈન્ટિંગ્સ તમને બહારથી ભીતર જવા પ્રેરિત કરે છે કારણ કે એ ભીતરથી આવીને બાહ્ય અભિવ્યક્તિ પામ્યા છે. કાનને કેન્વાસ પર સર્જેલા રંગીન વિશ્વના રંગો બહુ ચૂપકીદીથી ભાવકની ભીતર પ્રવેશ કરી પોતાનું સ્થાન સર્જે છે. તેના એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ હોય કે કલમકારી, કુદરતી દૃશ્યો કે પછી પૌરાણિક પાત્રો બધામાં જ દિવ્ય, અલૌકિક કે આધ્યાત્મિક રંગ નજરે પડે છે અને સ્પર્શે છે. દરેક પેઇન્ટિંગ પાસે થોભીને નિરાંત જીવે તેમને સાંભળવાનું મન થાય છે. એક અનોખો અનુભવ મેળવવાની ઇચ્છા હોય તો આ પેઇન્ટિંગ પાસે ચોક્કસ જવા જેવું છે.’

1629554653910

વિખ્યાત લેખિકા વર્ષા અડાલજાએ પણ આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી અને તેમણે પણ કાનન ખાંટના પેઈન્ટિંગ્સની પ્રશંસા કરી હતી. તો સંતુર વાદક તરીકે ખ્યાતિ મેળવનારા મ્યુઝિક ડિરેકટર અને ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના ફાઉન્ડર સ્નેહલ મઝુમદારે, બોમ્બે સ્ટોક એક્સચેન્જના સીઈઓ અને મેનેજિંગ ડિરેકટર આશિષકુમાર ચૌહાણે નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’ પ્રોડ્યુસ કરનારા અને અનેક ગુજરાતી ફિલ્મો પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી ચૂકેલા અને “ઓહો ગુજરાતી’ ઓટીટી પ્લેટફોર્મની શરૂઆત કરનારા અભિષેક જૈને પણ કાનન ખાંટના એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી અને તેમનાં પેઈન્ટિંગ્સને બિરદાવ્યાં હતાં.

1629554654084

1629554654035

આ ઉપરાંત વિખ્યાત નાટય દિગ્દર્શક અને નિર્માતા મનોજ શાહ, ખ્યાતનામ ગાયક અને સંગીતકાર ઉદય મઝુમદાર, પ્રખ્યાત ગાયિકા શ્રદ્ધા સિદ્ધરાણી સહિત અનેક વ્યક્તિઓએ કાનન ખાંટના પેઈન્ટિંગ્સ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી અને તેઓ તેમની કલાથી પ્રભાવિત થયા હતાં.

1629554654156

કાનન ખાંટે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘દરેક કલાકારનું સપનું હોય છે કે નેહરુ સેન્ટર જેવી અત્યંત પ્રતિષ્ઠિત આર્ટ ગેલેરીમાં તેના પેઈન્ટિંગ્સનું સ્વતંત્ર પ્રદર્શન યોજાય. મારું એ સપનું પૂરું થઈ રહ્યું છે એથી હું ખૂબ જ આનંદ અનુભવું છું. મેં આ પ્રદર્શનનું ટાઇટલ ‘ઝોઇ બાય કાનન’ રાખ્યું છે. ઝોઇ એક ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે ‘જીવન’. ઘણા કલાકારો સામાન્ય રીતે એક થીમ પસંદ કરે અને તેની આસપાસ આર્ટવર્કસ બનાવે. પરંતુ મારી કળા જીવનથી પ્રેરિત છે, અને જીવન પોતે જ એક વૈવિધ્યસભર રહસ્ય છે એટલે મારા આર્ટવર્કમાં એકથી વધારે થીમ્સ રિફ્લેક્ટ થાય છે. મારા આર્ટવર્કસ જીવનના વિવિધ શેડ્સ અને લાગણીઓને રજૂ કરે છે. એ સ્ત્રીત્વની શક્તિને પણ રજૂ કરે છે. મેં પૌરાણિક કથાઓની સ્ત્રીઓને તેમના મુક્ત-વહેતા સ્વરૂપોમાં સન્માનિત કરતી એક થીમ બનાવી છે. મને મારી કળા સાથે પ્રયોગ કરવા પણ ગમે છે અને હું સતત શીખતી રહી છું. મારા આર્ટવર્કસ ભારતના ભૂતકાળનું સન્માન કરે છે અને વર્તમાનમાં સ્થાપિત રહેવા મદદ કરે છે. ઉદાહરણ તરીકે, મેં કલમકારી આર્ટ ફોર્મનો ઉપયોગ કરીને પાંચ પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે જે સ્ત્રીત્વ પર કેન્દ્રિત છે – મહિલાઓ પર કલર પાવર કેવો દેખાય તે વ્યક્ત કરવાની મારી આ રીત છે! બીજી વસ્તુ જે તમે મારા આર્ટવર્કસમાં જોશો તે છે બ્યુટિફુલ લેન્ડસ્કેપ્સ અને દ્રશ્યો. મારી જર્નીમાં મેં એ સઘળું જોયું છે. પેઇન્ટિંગ્સ દ્વારા હું હિમાચલ પ્રદેશના સ્પિટી જેવા સ્થળોને ફરીથી જીવવાનો પ્રયાસ કરી રહી છું!’

1629554653844

કાનન ખાંટ કરીઅરની શરૂઆતમાં વિખ્યાત અંગ્રેજી અખબાર જૂથનાં મેગેઝિનમાં આર્ટિસ્ટ તરીકે જોડાયાં હતાં અને ત્યાં પાંચ વર્ષ સુધી ફરજ બજાવ્યા પછી બે દાયકા અગાઉ તેમણે ઇન્ડિવિઝયુઅલ આર્ટિસ્ટ તરીકે પેઇન્ટિંગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. તેમનાં પેઇન્ટિંગ્સ વિદેશોના અનેક કલાપ્રેમીઓનાં ઘરો સુધી પણ પહોંચ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ઈન્ડિયા આર્ટ ફેસ્ટિવલ દ્વારા 2018માં નહેરુ સેન્ટરમાં યોજાયેલા મુંબઈ આર્ટ ફેરમાં પણ કાનન ખાંટનાં પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજાયું હતું.

Matrubharti is self publishing platform for writers

Leave a reply:

Your email address will not be published.

Site Footer