માતૃભારતી આયોજિત શબ્દોત્સવ સુરત , ૩૦ ડિસેમ્બર ૨૦૧૮ , સવારે ૧૦ થી ૧
માતૃભારતી.કોમ ભારતીય ભાષાઓ અને સાહિત્યને આધુનિક સ્વરૂપે પ્રસ્તુત કરતું આગવું પ્લેટફોર્મ છે જે વેબસાઈટ અને મોબાઈલ એપ થકી ભારતનાં ૪.૫ લાખ વપરાશકારોનો બહોળો સમૂહ બની ચુક્યું છે. સાહિત્ય અને સંસ્કૃતિને ભારતનાં યુવાનો સુધી પહુચાડવા માતૃભારતી એક વિશેષ કાર્યક્રમ યોજે છે જે ‘શબ્દોત્સવ’ નામથી પ્રચલિત છે. આ કાર્યક્રમની બીજી આવૃત્તિ સુરત શહેરમાં થઇ કે જેમાં રંગ, તરંગ, ઉમંગ અને વ્યંગ થકી લેખક અને કવિઓ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. શાબ્દોત્સવ સુરતમાં ડો રઈશ મણીયારનું સુંદર સંચાલન રહ્યું અને સાથેજ કવિસંમેલનમાં અધભુત કાવ્યોની પ્રસ્તુતિ પ્રખ્યાત કવિઓ જેવા કે શ્રી ગૌરાંગ ઠાકર, એશા દાદાવાલા અને શ્રી પ્રશાંત સોમાણીએ કરી.
માતૃભારતી આયોજિત શબ્દોત્સવમાં રંગ એટલે રંગમંચને પણ આગવું સ્થાન આપવામાં આવે છે, અહીં પિતામહ થીએટર ગ્રુપ ચલાવતા અને GIFA પુરસ્કાર વિજેતા શ્રી સત્યેન્દ્રસિંહ પરમારે એમના નાટ્ય ગ્રુપ સાથે “પ્રિય લેખક” નામની એક એકાંકી રજુ કરી જે દર્શકોને ખુબજ ગમી ગઈ.
વિવિધ યુવા લેખકો જેવા કે શ્રી મયુર પટેલ, શ્રી સબીરખાન અને પાર્થ ઘેલાનીએ એમના વક્તવ્યો રજુ કર્યા અને એમના યુવા લેખકો તરીકેના અનુભવ શ્રોતાઓ સામે પ્રસ્તુત કર્યા. માતૃભારતી આ બધાંજ લેખકો માટે સુંદર પ્લેટફોર્મ છે કે જેઓ પોતાનું કવ્ય કે વાર્તા સંગ્રહ કે નવલકથા અહીં ડીજીટલ સ્વરૂપે પ્રકાશિત કરી લાખો વાચકો સુધી પહુંચી શકે છે.
અંતે શ્રી રમેશ ચાંપાનેરી, કે જેઓ વરિષ્ઠ લેખક અને વ્યંગકાર છે અને ટીવી પર પોતાની આગવી ઓળખ ધરાવે છે, એમણે એમની હાસ્ય રચનાઓની પ્રસ્તુતિ કરીને શ્રોતાઓના મન મોહી લીધા. જીવનમાં હાસ્યને એક ચોક્કસ સ્થાન આપવું જ જોઈએ એવું એમનું માનવું છે અને એટલે આ વયોવૃદ્ધ ઉમરે પણ તેઓ યુવાનની જેમ હંસી શકે છે અને હંસાવી પણ શકે છે.
સુરત શહેર કે જે કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે, આજે ત્યાં શાદોત્સવ નામથી આવા કાર્યક્રમની શરૂઆત કરી સુરતીઓને સાહિત્ય રસિક પ્રજા બનાવવા ખુબ ઉમદા પ્રયાસો માતૃભારતી જેવી સંસ્થાઓ થકી થઇ રહ્યા છે.